સતત 10મા દિવસે બજાર ડાઉન, ઘટાડા માટે જવાબદાર છે આ કારણો

Spread the love
સતત 10મા દિવસે બજાર ડાઉન, ઘટાડા માટે જવાબદાર છે આ કારણો

શેરબજાર સતત 10મા દિવસે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. મંગળવારે શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ગિફ્ટ નિફ્ટીએ પણ ભારે ઘટાડાનો સંકેત આપ્યો હતો, અને થયું પણ એવું જ. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા અને હજુ પણ દબાણ હેઠળ કારોબાર કરી રહ્યા છે.

હકીકતમાં, રોકાણકારોની બધી આશાઓ હવે ચકનાચૂર થઈ રહી છે. ફેબ્રુઆરી મહિનો શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ખરાબ સાબિત થયો. માર્ચની શરૂઆત પણ અંધાધૂંધી સાથે થઈ છે. મંગળવારે, સેન્સેક્સ ઘટાડા સાથે 72,817.34 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે નિફ્ટી પણ ઘટાડા સાથે 21,974.45 પોઈન્ટ પર ખુલ્યો. મંગળવારે બપોરે 1.30 વાગ્યે, સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 56 પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો.

Stock-Market

આ પહેલા સોમવારે નિફ્ટી 22004 પોઈન્ટ પર પડી ગયો હતો. જો નિફ્ટી 22000 પોઈન્ટથી નીચે ગયો હોતે તો ઘટાડો વધુ વધી જાતે. જોકે, નિફ્ટીનો 52 સપ્તાહનો નીચો સ્તર 21,281.45 પોઈન્ટ છે, જે માર્ચ 2024નો આંકડો છે. આવી સ્થિતિમાં, જો નિફ્ટી ટેકનિકલ પેરામીટર પર 22000ના સ્તરને તોડે છે, તો તે 21000 પોઈન્ટ સુધી સરકી શકે છે. હાલમાં 22000 પોઈન્ટ નિફ્ટી માટે મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યા છે.

જો ઘટાડાની વાત કરીએ તો, Paytmના શેરમાં 4.60 ટકા, બજાજ ઓટોમાં 5 ટકા, હીરો મોટોકોર્પમાં 3.50 ટકા, HCL ટેકમાં 2.50 ટકા, Datapattnsના શેરમાં 3 ટકા અને Mapmyindiaના શેરમાં 3.50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે HALમાં 3.5 ટકા, SBIમાં લગભગ 3 ટકા, BELમાં 2.50 ટકાનો વધારો થયો છે. બજારમાં ઘટાડા માટે આ ચાર મુખ્ય કારણો છે.

Stock-Market2

FII દ્વારા ભારે વેચવાલી: જો આપણે બજારમાં ઘટાડાનાં કારણો પર નજર કરીએ તો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ છે, વર્ષ 2025માં અત્યાર સુધીમાં, FIIએ ભારતીય બજારમાંથી લગભગ 1.50 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ફક્ત સોમવારે જ, FIIએ ભારતીય શેરબજારમાં રૂ. 4,788 કરોડના શેર વેચ્યા હતા. આ પહેલા શુક્રવાર, 28 ફેબ્રુઆરીના રોજ 11639 કરોડ રૂપિયાના શેર વેચાયા હતા. જ્યારે, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને તેને ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે.

ટ્રમ્પનો ટેરિફ હુમલો: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જવાબમાં, કેનેડાએ પણ અમેરિકન ઉત્પાદનો પર 25 ટકાનો વળતો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. આ જ કારણ છે કે સોમવારે અમેરિકન બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિએ વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી દીધી છે.

Stock-Market1

હવે મોટી કંપનીઓના શેરમાં ઘટાડો: મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં ભારે ઘટાડા વચ્ચે, લાર્જ કેપ શેરમાં વેચાણ વધવા લાગ્યું છે. મંગળવારે RILના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, IT કંપનીઓમાં દબાણ જોવા મળી રહ્યું છે. ટેરિફ વોરને કારણે IT કંપનીઓના શેર પણ ઘટી રહ્યા છે. રોકાણકારોને ડર છે કે, ટેરિફ અને વેપાર તણાવને કારણે ભારતીય IT કંપનીઓ દ્વારા પ્રાપ્ત થતા આઉટસોર્સિંગ પ્રોજેક્ટ્સમાં ઘટાડો થઈ શકે છે.

ખરાબ વૈશ્વિક સેન્ટિમેન્ટ: છેલ્લા 6 મહિનામાં થયેલા ઘટાડાને કારણે, બજાર સેન્ટિમેન્ટ ખૂબ જ ખરાબ છે. સારા સમાચાર પર પણ બજાર આગળ વધવા તૈયાર નથી. ખાસ કરીને અમેરિકાની ચૂંટણીઓ પછી, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ વાતાવરણ બગાડ્યું છે. એટલું જ નહીં, અમેરિકાએ ચીનથી આવતા ઉત્પાદનો પર 10 ટકા વધારાની ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. આ સાથે, ચીન પર કુલ ટેરિફ 20 ટકા સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતો આગામી દિવસોમાં ચીન તરફથી આવા જ પગલાંની અપેક્ષા રાખે છે.

error: Content is protected !!