

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. પટેલે કહ્યું છે કે, માર્ચ અને એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. 4 માર્ચથી દિવસના ભાગે ગરમી પડશે. 7 માર્ચ સુધી ઉત્તર ગુજરાતમાં 36 ડિગ્રી, કચ્છમાં 32, ઉત્તર સૌરાષ્ટ્રમાં 30, જુનાગઢમાં 36, વલસાડમાં 36 ડિગ્રી તાપમાન રહેશે.
7 માર્ચ પછી દક્ષિણ ગુજરાતમાં આકરી ગરમી પડશે અને મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી સુધી જઇ શકે છે. જુનાગઢમાં 39 ડિગ્રી અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં 40 ડિગ્રી ગરમી પડશે. 23 માર્ચથી ગરમીનો પારો વધશે અને કેટલાંક વિસ્તારોમાં લૂ લાગવાની ઘટના બનશે.26 એપ્રિલથી આકરી ગરમી પડશે અને 45 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.
10 મેના દિવસથી વાવઝોડું બનશે જે અરબ સાગરથી આવી શકે છે