fbpx

સ્વામિનારાયણ સાધુના જલારામ બાપાના નિવેદન સામે વીરપુર 2 દિવસ બંધ, રૂપાલા કહે- સ્વામીની હેસિયત નથી

Spread the love
સ્વામિનારાયણ સાધુના જલારામ બાપાના નિવેદન સામે વીરપુર 2 દિવસ બંધ, રૂપાલા કહે- સ્વામીની હેસિયત નથી

વડતાલ સ્વામીનારાયણ સંપદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી વિસ્તારાં એક સત્સંગ કાર્યક્રમમાં જલારામ બાપા વિશે જે નિવેદન આપ્યું તેને કારણે લોહાણા સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સમાજના લોકોએ મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે વીરપુર બંધ રાખવાની જાહેરાત કરી હતી અને મંગળવારે વીરપુર સજ્જડ બંધ રહ્યું હતું.

જ્ઞાનપ્રકાશે કહ્યું હતું કે, જલારામ બાપાએ ગુણાતીત સ્વામીને કહ્યું હતું કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, વીરપુરમાં કાયમ સદાવ્રત ચાલતું રહે. ગુણાતીત સ્વામીએ આર્શીવાદ આપ્યા હતા અને કહ્યું હતું કે, તમારા ભંડાર હમેંશા ભરેલા રહેશે.

ભારે હોબાળા પછી જ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી છે, પરંતુ લોહાણા સમાજે માંગ કરી છે કે સ્વામી વીરપુર જલારામ બાપાના મંદિરે આવીને માફી માંગે. આ મુદ્દે પાટીદાર નેતા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પણ ભડક્યા હતા તેમણે કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી. 

આ દુઃખદ ઘટના છે. જલારામ બાપા પ્રત્યે દેશ અને દેશ બહાર શ્રદ્ધા ધરાવતો ખૂબ મોટો વર્ગ છે. જલારામ બાપા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. વિશ્વમાં કદાચ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યારના સમયે અત્યંત દુર્લભ કહેવાય, જ્યાં માણસોને પૈસા ન ધરવા માટે પૈસા રાખીને રાખ્યા છે. જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે હું તેનું નામ પણ જાણતો નથી. આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ, આ ખૂબ જ દુઃખદ વાત છે. જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.

error: Content is protected !!