
15.jpg?w=1110&ssl=1)
ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીનો PGVCLના સ્માર્ટ મીટરને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેને કારણે સુરતના ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા બગડ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કિર્તીદાન ગઢવીને ખખડાવ્યા છે.
કિર્તીદાન વીડિયોમાં કહી રહ્યા છે કે, સ્માર્ટ મીટર વિશે કેટલાંક લોકો અફલા ફેલાવી રહ્યા છે. અફવાથી દોરાશો નહીં, એક જાગૃત નાગરીક તરીકે કહું છું કે સ્માર્ટ મીટર તમારા ફાયદા માટે છે.
ધીરૂ ગજેરાએ કહ્યું કે, લોકોએ તમને સાહિત્યકાર બનાવ્યા છે તો લોકોનો અવાજ ઉઠાવો. કિર્તીદાને ક્યારેય મોરબી, રાજકોટ, વડોદરા કે સુરતની તક્ષશીલા આગ જેવી ઘટનામાં લોકોનો અવાજ ઉઠાવ્યો નથી. ગજેરાએ કહ્યું કે, સરકારની ભાટાઇ કરવાનું બંધ કરો અને લોકાનો અવાજ બનો.