

અમરેલી લેટરકાંડમાં વિધાનસભામાં ગુજરાત સરકારે ચોંકાવનારો જવાબ આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, પાટીદાર દીકરીને પકડવા માટે રાત્રે અમેરલી પોલીસ ગઇ જ નહોતી.
અમરેલીમાં ડિસેમ્બર મહિનામાં એક લેટરકાંડ ગાજ્યો હતો જેમાં ભાજપના કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી અને આ ઓફીસમાં કામ કરતી પાટીદાર દીકરીને પોલીસે ઘરે જઇને રાત્રે ઉપાડી લાવી હતી અને બીજા દિવસે સરઘસ કાઢ્યું હતું એવો આરોપ લાગ્યો હતો અને આ મુદ્દો આ દેશમાં ગાજ્યો હતો.
ગુજરાતના DGP વિકાસ સહાયે આ કેસની તપાસમાં ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપી હતી, એ રિપોર્ટ પણ સબમીટ કરાયો, પરંતુ જાહેર કરાયો નથી. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યં કે, વીડિયો હોવા છતા સરકારે વિધાનસભામાં ખોટો જવાબ આપ્યો છે.