

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તા.10 થી 12 માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે સાંજે 04.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા 550 એકસ્ટ્રા બસો દોડાવાશે. એકસ્ટ્રા બસોથી 30 હજાર જેટલા નાગરિકો વતન પહોચી શકશે.
આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને એસ ટી આપના દ્વારે અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. એકસ્ટ્રા ઉપડનાર બસોનુ ગૃપબુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન-સુરત તેમજ અડાજણ બસપોર્ટ સ્થિત સિટી ડેપો ખાતેથી થઈ શકશે. ઉપરાંત, એકસ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ-ઉધના-કામરેજ-કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.ના અધિકૃત બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ, તથા વેબસાઇટ www.gsrtc.in થી પણ ઓનલાઇન બુકિંગ કરી શકાશે GSRTC-સુરતના વિભાગીય નિયામક શ્રી પી.વી.ગુર્જરે જણાવ્યું હતું.

દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ જવા માટે એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ રામનગરથી ઉપડશે. આ સમગ્ર સંચાલનમાં નિગમને વધારાની 1 કરોડ આવક થશે. ગત વર્ષે એસ.ટી.ને હોળી એક્સ્ટ્રા બસોની 470 જેટલી ટ્રીપો થકી 80 લાખની આવક થઇ હતી અને 27000 મુસાફરોને વતન પહોચાડ્યા હતા એમ પી.વી.ગુર્જરે જણાવ્યું હતું.