રાષ્ટ્રગાનના સમયે વાત કરતા દેખાયા CM નીતિશ કુમાર, ટોકવા છતા ન રોકાયા, વીડિયો વાયરલ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
રાષ્ટ્રગાનના સમયે વાત કરતા દેખાયા CM નીતિશ કુમાર, ટોકવા છતા ન રોકાયા, વીડિયો વાયરલ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે. નીતિશ કુમાર એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ દીપક કુમાર પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન રાષ્ટ્રગાન શરૂ થયું, ત્યારે નીતિશ કુમાર વાતો કરતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર વારંવાર દીપક કુમારને ધક્કો આપીને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને દીપક કુમાર વારંવાર તેમને આંખો આંખોમાં ઈશારો કરતા સીધા ઊભા રહેવા માટે કહી રહ્યા હતા. રાષ્ટ્રગાન દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર કેટલાક લોકોને નમસ્તે પણ કરતા જોવા મળ્યા હતા.

Nitish-Kumar1
indiatvnews.com Nitish-Kumar2 indiatvnews.com

નીતિશના વીડિયો પર આવ્યું તેજસ્વીનું નિવેદન

મુખ્યમંત્રી નીતિશ કુમારના વાયરલ થયેલા આ વીડિયોને લઇને RJDના નેતા તેજસ્વી યાદવે તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, મહેરબાની કરીને ઓછામાં ઓછા રાષ્ટ્રગાનનું અપમાન ન કરો, માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને તો તમે રોજ અપમાનિત કરો જ છો, ક્યારેક મહાત્મા ગાંધી જીના શહીદ દિવસ પર તાળી પાડીને તેમની શહીદીની મજાક ઉડાવો છો, તો ક્યારેક રાષ્ટ્રગાનનું.

તો તેજસ્વી યાદવે નીતિશ કુમારને લઇને કહ્યું કે, તેમને યાદ અપાવી દઇએ કે, તમે એક મોટા રાજ્યના મુખ્યમંત્રી છો. થોડી સેકન્ડ માટે પણ માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી અને તમારું આ બેભાન અવસ્થામાં આ પદ પર બની રહેવું, રાજ્ય માટે ખૂબ જ ચિંતાની વાત છે. બિહારને આમ વારંવાર અપમાનિત ન કરો.

લાલુએ નીતિશને પણ ઘેર્યા

RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા લખ્યું કે, રાષ્ટ્રગાનનું અપમાન. નહીં સહન કરે હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુ પણ કંઈક બાકી છે.

તો, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ નીતિશ કુમારની હરકતનો બચાવ કર્યો છે. તેમણે X પર વીડિયો શેર કરતા તેણે લખ્યું કે, બિહાર સહિત દેશનું અપમાન કરનારા લોકો બિહારના માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમાર જી પર સવાલો ઉઠાવી રહ્યા છે. એવા લોકોને હું બતાવી દઉં કે લાલુ જી એન્ડ કંપનીએ આપણા બિહાર રાજ્યના નામને ગાળ બનાવી દીધું, પરંતુ નીતિશ કુમારજી જ છે જેમણે બિહારને આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન અપાવ્યું, એક તરફ જ્યાં લાલુજીના શાસનકાળને યાદ કરીને બિહારના લોકો કાંપી ઉઠે છે, તો નીતિશ કુમાર કાલે પણ બિહારને ચાહિતા હતા, આજે પણ છે અને આગળ પણ રહેશે. નીતિશ કુમાર બિહારનું સન્માન છે.

Nitish-Kumar

નીતિશ કુમાર આ અગાઉ 12 માર્ચે પણ ચર્ચામાં હતા, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સાથે તેમની વિધાન પરિષદમાં તીખી નોંકઝોક થઈ ગઇ હતી. રાબડીએ કહી દીધું હતું કે, નીતિશ સદનમાં ગાંજો પીને આવે છે.

error: Content is protected !!