

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ નાદરે તેમની HCL કોર્પ અને વામા દિલ્હીનું 47-47 હિસ્સેદારી રોશની નાદર મલ્હોત્રાને ગિફ્ટમાં આપી દીધી છે. રોશની તેમનું એક માત્ર સંતાન છે. 6 માર્ચે શિવાનીને આ હિસ્સેદારી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. રોશની28 વર્ષની ઉંમરથી કંપનીમાં જવાબદારી સંભાળી હતી અને અત્યારે HCL એન્ટરપ્રાઇઝમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને CEO તરીકેની જવાબદારી સંભાળે છે.
1982માં દિલ્હીમાં જન્મેલી રોશનીએ પ્રારભિંક શિક્ષણ દિલ્હીમાં લીધું હતું એ પછી તેણીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. 2010માં રોશનીના શેખર મલ્હોત્રા સાથે લગ્ન થયા હતા. શેખર HCL હેલ્થકેરમા વાઇસ ચેરમેન છે.