fbpx

ધોનીએ તેની નિવૃત્તિ યોજના જાહેર કરતા કહ્યું- ‘આ હું નક્કી નથી કરી રહ્યો…’

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ધોનીએ તેની નિવૃત્તિ યોજના જાહેર કરતા કહ્યું- 'આ હું નક્કી નથી કરી રહ્યો...'

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને IPLમાં CSK માટે 5 ટ્રોફી જીતનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. IPL 2025 સીઝનની શરૂઆતથી જ ધોનીની ફિટનેસ અને તેના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દર વખતની જેમ, ધોનીની નિવૃત્તિ અંગેનો પ્રશ્ન ફરીથી હવામાં તરતો દેખાયો છે. દર વર્ષે ‘થાલા’ નિવૃત્ત થશે કે નહીં તે અંગે ચર્ચા થાય છે, અને આ વખતે પણ ચાહકોના શ્વાસ અધ્ધર છે. પરંતુ તાજેતરના ઇન્ટરવ્યુમાં ધોનીએ જે કહ્યું તે સાંભળ્યા પછી, એવું લાગે છે કે મામલો હવે તેના હાથમાં નથી.

યુટ્યુબર રાજ શમાની દ્વારા પ્રી-રેકોર્ડ કરેલા પોડકાસ્ટમાં, ધોનીએ કહ્યું કે, તે 2025માં સંપૂર્ણ સીઝન રમવાનો ઇરાદો ધરાવે છે, અને થોડા જ મહિનાઓમાં આગામી વર્ષ અંગે નિર્ણય લેશે. ધોનીએ કહ્યું, ‘હું હમણાં નિવૃત્તિ નથી લઇ રહ્યો. હું હજુ પણ IPL રમી રહ્યો છું અને મેં તેને ખૂબ જ સરળ રાખ્યું છે. હું એક સમયે એક વર્ષ વિશે જ વિચારું છું.’

ધોનીએ કહ્યું છે કે, ‘આ હું નક્કી નથી કરી રહ્યો.’

MS-Dhoni1

પાંચ વખતના IPL વિજેતા કેપ્ટને વધુમાં કહ્યું, ‘હું 43 વર્ષનો છું, આ જુલાઈ સુધીમાં હું 44 વર્ષનો થઈ જઈશ. મારે બીજા એક વર્ષ માટે રમવું છે કે નહીં તે નક્કી કરવા માટે મારી પાસે 10 મહિના છે. તે હું નથી નક્કી કરી રહ્યો, તે તમારું શરીર છે જે તમને કહે છે કે તમે રમી શકો છો કે નહીં. હું એક સમયે એક વર્ષનો સમય લઉં છું. અત્યારે, સંપૂર્ણ ધ્યાન શું કરવાની જરૂર છે તેના પર છે. હું 8-10 મહિના પછી આ અંગે નિર્ણય લઈશ.’

ધોની 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોવાથી તેને IPL 2025માં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. આ વખતે તેમની કિંમત પણ ઘટી ગઈ છે. તે 12 કરોડ રૂપિયાથી સીધો 4 કરોડ રૂપિયા પર આવી ગયો. પણ પ્રશ્ન એ રહે છે કે, શું આ ધોનીની છેલ્લી IPL હશે? થોડા દિવસો પહેલા, સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે, ધોની ફક્ત 6 મેચ રમ્યા પછી સીઝનના મધ્યમાં નિવૃત્તિ લેશે. જોકે, CSK કોચ સ્ટીફન ફ્લેમિંગે આ અહેવાલોને ‘બકવાસ’ ગણાવ્યા. ફ્લેમિંગે કહ્યું કે ધોની હજુ પણ ફિટ છે અને ટીમ માટે મહત્વપૂર્ણ છે.

MS Dhoni

અહીં તમને જણાવી દઈએ કે, CSK ટીમે IPL 2025માં અત્યાર સુધી ચાર મેચોમાંથી ફક્ત એક જ મેચ જીતી છે. ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે ફક્ત એક જ મેચ જીતી છે. તે મેચમાં ચેન્નાઈએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું હતું. CSK 5 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ 25 રનથી હારી ગયું. 184 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ફક્ત 158 રન જ બનાવી શકી. આ મેચમાં ધોનીએ 26 બોલમાં 30 રન બનાવ્યા હતા. ત્યાર પછી તેની ધીમી ઇનિંગ્સની ઘણી ટીકા પણ થઈ હતી.

CSKની આગામી મેચ પંજાબ ટીમ સામે છે. આ મેચ 8 એપ્રિલે રમાશે

error: Content is protected !!