

બિહારની રાજધાની પટનામાં 3 દિવસ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે જે.પી. ગંગા પથ (જે.પી. સેતુ)નું ઉદ્ધઘાટન કર્યું હતું, પરંતુ 3 દિવસોની અંદર જ આ પુલમાં મોટી-મોટી દરારો નજરે પડી રહી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બ્રિજ પર આવેલી દરારો સ્પષ્ટ નજરે પડી રહી છે. પટનાના જે.પી. ગંગા પથને 3831 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. 3 દિવસ અગાઉ જ મુખ્યમંત્રી નીતિશ કુમારે તેનું ઉદ્ધઘાટન કર્યું હતું. આ દરારો દીદારગંજ પાસે પુલના પિલર નંબર A-3 પાસે નજરે પડી રહી છે. આ દરારો બ્રિજની બંને લેનમાં નજરે પડી રહી છે.

9 એપ્રિલના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનાના કંગન ઘાટના દીદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું લોકાર્પણ કર્યું હતું. આ અવસર પર બિહારના બંને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, પથ નિર્માણ મંત્રી નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારી અને જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ લોકાર્પણ બાદ જ્યારે બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ થઈ તો આ માર્ગ પર વાહનોનો દબાવ પડવાનો શરૂ થયો, જેથી રસ્તા પર દરારો પડી ગઈ.
નિષ્ણાતો અને સામાન્ય લોકોનું મંતવ્ય છે કે આ દરારો એક સંકેત છે કે ક્યાંક ને ક્યાંક નિર્માણની ગુણવતા સાથે સમજૂતી કરવામાં આવી છે, એવામાં હવે સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કર્યું, જેના કારણે તેમાં દરારો આવી ગઈ. ભારે તોફાન અને વરસાદ વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ઉદ્ધઘાટન કાર્યક્રમમાં પહોંચવું અને એજ પુલ પર દરારો આવી જવી, એ બતાવે છે કે ઉદ્ઘાટન અગાઉ ટેક્નિકલ પરીક્ષણ અને સેફ્ટીની તપાસ પૂરી રીતે કરવામાં આવી નહોતી.

સવાલ એ ઊભા થાય છે કે, શું બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ તપાસ કર્યા વિના ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કરી દીધું? બિહારના લોકોને ચૂંટણીની ભેટ આપવાની ઉતાવળમાં, સરકાર ક્યાંક લોકોની જિંદગી સાથે તો નથી રમી રહી ને? એવી શું ઉતાવળ હતી કે ભારે તોફાન અને વરસાદ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર પુલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા? ચૂંટણી ભેટ આપવામાં ઉતાવળ બિહારની જનતા પર ક્યાંક ભારે ન પડી જાય.
તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલી ઘટના નથી, જ્યારે બિહારમાં કોઈ મોટા પુલ કે રોડ પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો હોય. આ અગાઉ પણ ઘણી વખત નિર્માણાધીન પુલો પડવા, રસ્તા ધસી પડવા અને સમય અગાઉ રસ્તાઓના તૂટવા-ફૂટવાના સમાચારો આવતા રહે છે. તેનાથી સરકારી તંત્રની જવાબદારી અને દેખરેખ પ્રણાલી પર સવાલ ઉભા થાય છે.