fbpx

લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો

Spread the love
લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો

અમદાવાદમા આરોગ્ય અધિક સચિવ અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીનની 15 લાખ રૂપિયાની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદી ભાવનગરમાં આરોગ્ય અને તબીબ સેવાના નાયબ નિયામક હતા ત્યારે તેમણે કેટલાંક સ્ટાફની સામે એક્શન લીધા હતા. તો સ્ટાફે ફરિયાદી અને તેમના એક સહયોગી ડોકટર પર ખંડણીની ફરિયાદ આરોગ્ય કમિશ્નરને કરી હતી. જેમાં ફરિયાદી અને તેમના સહયોગી ડોકટર સસ્પેન્ડ થયા હતા. આ કેસની તપાસ આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી. ફરિયાદીની ફેવરમાં ચુકાદો લાવવા માટે 30 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગિરીશ પરમારે આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર સાથે બેઠક કરાવી હતી. ફરિયાદીએ ACBને જાણ કરી દીધી હતી. ગિરિશ પરમારના ઘરે જ્યારે ફરિયાદી 15 લાખ આપવા ગયા ત્યારે ગિરીશ પરમાર અને દિનેસ પરમારની ધરપકડ કરી લેવામાં આવી હતી.

error: Content is protected !!