
પ્રાંતિજ ના તાજપુર કુઈ થી સાદરા જતા રોડ ઉપર ખાડાઓનુ સામ્રાજ્ય
– તાજપુર કુઈ સ્ટેન્ડ ઉપર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ને મુશ્કેલીઓ
– અનેકવાર રજુઆત છતાંય નઠોર તંત્ર ગૌર નિંદ્રામા
– રસ્તાને લઈ ને પાંચ ગામોના લોકો સહિત વાહન ચાલકો પરેશાન
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના તાજપુર કુઈ થી સાદરા જતા રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ નુ સામ્રાજ્ય હોય ખાડાઓ ને લઈ ને પાંચ થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકોને મુશ્કેલીઓ



પ્રાંતિજ ના તાજપુર કુઈ થી સાદરા જતો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ઠામ ઠેકાણા વગરનો ભંગાર બની જતા અંહી થી રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો સહિત પાંચ થી વધુ ગામના લોકો રસ્તા ને લઈ ને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તો અહીંથી પ્રસાર થતા વાહન ચાલકોના વાહનોમા પંક્ચર પડતા અધ્ધ વચ્ચે પડયા રહેવુ પડે છે ત્યારે હાલતો આ રસ્તો ભંગાર બની જતા રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અને આખા રોડ ઉપર ખાડાઓ તથા ધૂળ ની ડમરીઓ ઉડતી જોવા મળી રહી ત્યારે હાલતો આ રસ્તો ભંગાર બની જતા રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે તો રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જતા સાવ ભંગાર રોડ થઈ જતા આ દશ મીનીટ નો રસ્તા પર જતા એક કલાક થી પણ વધારે સમય લાગે છે ત્યારે તાજપુરકૂઈ , બોરીયા , સીતવાડા બોભા ના ગ્રામજનો દ્રારા બિસ્માર રસ્તાને લઈ ને રજુઆત કરવા છતાંય જવાબદાર તંત્ર દ્રારા કોઇ કાર્યવાહી થઇ નથી તો તાજપુર કુઈ સ્ટેન્ડ ઉપર તો મોટા મોટા ખાડાઓ પડી જતા હાલતો ખાડાઓનુ સામ્રાજ્ય હોય તેવુ સ્પષ્ટ પણે જોવા મલી રહે છે ત્યારે તાજપુરકૂઈ થી સાદરા જતા રોડ નુ કામ ઝડપથી ચાલુ થાય તેવુ વાહન ચાલકો તથા ગ્રામલોકો ની માંગ ઉઠવા પામી રજુઆત છે
