fbpx

ધોની સહિત આ 5 ખેલાડીઓએ કાપી નાખ્યું CSKનું નાક, બન્યા હારના કારણ

Spread the love
ધોની સહિત આ 5 ખેલાડીઓએ કાપી નાખ્યું CSKનું નાક, બન્યા હારના કારણ

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા (અણનમ 76) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 68) ની અણનમ અડધી સદી અને આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 54 બોલમાં અણનમ 114 રનની ભાગીદારીને કારણે રવિવારે એકતરફી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને  સતત ત્રીજી જીત નોંધાવી. ચેન્નાઈએ મુંબઈને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને MI એ 15.4 ઓવરમાં 9 વિકેટ બાકી રહેતાં પાર કરી લીધો હતો. આવો, અમે તમને ચેન્નાઈના તે પાંચ ખેલાડીઓ વિશે જે આ મેચમાં ટીમની હારનું મુખ્ય કારણ હતા.

મથીષા પથિરાના

ચેન્નાઈ સુપર કિંગ્સનો યુવા બોલર મથીષા પથિરાના ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 1.4 ઓવરમાં 34 રન આપ્યા.

photo_2025-04-21_18-06-42

જેમી ઓવર્ટન

CSKનો જેમી ઓવરટન પણ બોલિંગ કરતી વખતે ખૂબ મોંઘો સાબિત થયો.તેણે મુંબઈ સામેની મેચમાં ફક્ત બે ઓવર ફેંકી અને 29 રન આપ્યા.

CSK vs MI

એમએસ ધોની

એમએસ ધોની આ મેચમાં બેટિંગમાં નિષ્ફળ ગયો. તેણે છ બોલમાં ફક્ત ચાર રન બનાવ્યા. આ ઉપરાંત, તેણે તેના એક્સ-ફેક્ટર બોલર મથીષા પથિરાનાને પણ લાંબા સમય પછી બોલિંગ કરવા માટે બોલાવ્યો.

શિવમ દુબે

મિડલ ઓર્ડરમાં શિવમ દુબેએ ખૂબ જ ધીમી બેટિંગ કરી. તેણે 30 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી આઉટ થઈ ગયો. મુંબઈની બેટિંગ જોતાં સ્પષ્ટ થઈ ગયું કે પીચ બેટિંગ માટે કેટલી અનુકૂળ હતી. પરંતુ, દુબે આ પીચ પર ખૂબ જ ધીમેથી રમ્યો. 13 ઓવર પછી તેણે 18 બોલમાં ફક્ત 15 રન બનાવ્યા હતા.

photo_2025-04-21_18-06-44

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાએ કદાચ તેની IPL કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હશે. પણ, તે ખૂબ જ ધીમેથી રમ્યો. તેણે 34 બોલ રમીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. જાડેજા 14 ઓવર પછી 18 100 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યો હતો. તેણે મેચમાં 35 બોલમાં 53 રન બનાવ્યા.

error: Content is protected !!