
-copy16.jpg?w=1110&ssl=1)
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના એક નિવેદને રાજકારણમાં ફરી ભડકો કરી દીધો છે. અમેરિકાની એક યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક કહેતા ભારતમાં બબાલ શરૂ થઇ ગઇ છે.
રાહુલ ગાંધી બ્રાઉન યુનિવર્સિટીના વોટસન ઇન્સ્ટિટ્યુટ ફોર ઇન્ટનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.જયાં તેમને સવાલ પુછવામાં આવ્યો હતો કે, હિંદુ રાષ્ટ્રવાદના સમયમાં ધર્મ નિરપેક્ષ રાજનીતિ કેવી રીતે થઇ શકે? જેથી રાજકારણમાં બધા સમાજને સામેલ કરી શકાય. રાહુલે આનો જવાબ આપતા કહ્યું કે, અમારા બધા પૌરાણિક ચરિત્ર, ભગવાન રામ એવા જ હતા. તેઓ ક્ષમાશીલ અને દયાળુ હતા.
આ નિવેદનને કારણે ભાજપે હોબાળો મચાવ્યો છે અને ભાજપના શહજાદ પૂનાવાલાએ આને હિંદુઓ અને ભગવાન રામનું અપમાન બતાવ્યું છે.