

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધનો ઇતિહાસ રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતે અનેક વખત સૈન્ય કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદુર પહેલા પણ ભારતીય સેનાએ 8 વખત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપેલા છે.
(1) 1965માં ઓપરેશન રીડલ: કશ્મીર પર કબ્જો કરવાની પાકિસ્તાને કોશિશ કરેલી જેનો જવાબ આપેલો
(2) ઓપરેશન અબ્લેજ: 1965 કચ્છ સરહદે પાકિસ્તાનના હુમલાનો જવાબ આપેલો
(3) ઓપરેશન કેક્ટસ લીલી: 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું ત્યારે
(4) ઓપરેશન ત્રિશુલ અને પાયથન: 1971 ભારતીય નૌસેનાઓ ઓપરેશન હાથ ધરેલું
(5)ઓપરેશન મેઘદુત: સિયાચીન ગ્લેશિયર પર ભારતે કબ્જો કરેલો
(6) ઓપરેશન વિજય: 1999 કારગીલ યુદ્ધ
(7) ઓપરેશન સફેદ સાગર: 1999માં ભારતીય વાયુસેનાએ કોડનેમ રાખેલું
(8) ઓપરેશન બંદર: 2019માં પુલવામા હુમલાના જવાબમાં એર સ્ટ્રાઇક કરેલી
(9) ઓપરેશન સિંદુર: 7 મે 2025 પહેલગામનો જવાબ