fbpx

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

Spread the love
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક વખત પગ પેસારો કરવા લાગ્યો છે. એશિયાના ઘણા ભાગોમાં કોરોનાની નવી લહેર ફેલાઈ રહી છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા શહેરોમાં વાયરસના કેસોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સ્વાસ્થ્ય અધિકારીઓએ આ સ્થિતિને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનના સંક્રામક રોગોની બ્રાન્ચના પ્રમુખ આલ્બર્ટ આઉએ જણાવ્યું હતું કે શહેરમાં COVID-19 ખૂબ વધારે કેસ જોવા મળી રહ્યા છે. ગત વર્ષ બાદ આ અત્યાર સુધીનો સૌથી વધુ પોઝિટિવિટી દર છે.

corona1

તેમણે કહ્યું કે 3 મે સુધીમાં ગંભીર કેસોની સંખ્યા 31 પર પહોંચી ગઈ, જે ચિંતાજનક છે. જોકે આ વધારો છેલ્લા 2 વર્ષ કરતા ઓછો છે, અન્ય સંકેતક બતાવે છે કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ-19 વાયરસ સીવેજના પાણીમાં જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો હૉસ્પિટલો અને ક્લિનિક્સમાં પહોંચી રહ્યા છે, જેમાં કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા છે. હોંગકોંગના પ્રખ્યાત પોપ સ્ટાર ઇસન ચાન પણ કોવિડ પોઝિટિવ જોવા મળ્યા છે, જેના કારણે તેમણે તાઇવાનમાં પોતાના કોન્સર્ટ સ્થગિત રાખવા પડ્યા છે.

સિંગાપોરમાં કોવિડ-19ના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, 3 મે સુધીમાં સંક્રમણના કેસોમાં 28 ટકાનો વધારો થયો છે અને કુલ કેસોની સંખ્યા લગભગ 14,200ની થઈ ગઈ છે. આ જ દરમિયાન, હૉસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો નોંધાયો. મંત્રાલયે સ્વીકાર્યું કે સંક્રમણમાં આ વધારો સંભવતઃ વસ્તીમાં ઘટતી ઇમ્યુનિટીને કારણે હોય શકે છે. જોકે, હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જે સાબિત કરે કે નવો વેરિયન્ટ વધુ સંક્રામક કે વધુ ગંભીર છે.

corona2

ચીનમાં પણ કોવિડના કેસ વધી રહ્યા છે, અને ગત ઉનાળાના ચરમ સ્તરની નજીક પહોંચવાની શક્યતા છે. 4 મે સુધીના 5 અઠવાડિયામાં ત્યાં ટેસ્ટ પોઝિટિવિટી દર બેગણાથી વધુ થઈ ચૂકી છે. થાઈલેન્ડમાં પણ, એપ્રિલમાં ઉજવાતા ‘સોંગક્રાન’ ફેસ્ટિવલ બાદ કોવિડ-19ના કેસ ઝડપથી વધ્યા છે, કારણ કે આ દરમિયાન ખૂબ ભીડ રહે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઉનાળામાં જ્યારે સામાન્ય રીતે વાયરસ નબળો થઈ જાય છે, ત્યારે કોવિડ-19ના કેસોમાં વધવા એ સંકેત આપે છે કે આ વાયરસ મોસમી સીમાઓથી વિરુદ્ધ જઈને ફેલાશે. સ્વાસ્થ્ય એજન્સીઓએ વૃદ્ધો અને નબળી ઇમ્યુનિટીવાળા લોકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.

error: Content is protected !!