fbpx

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

Spread the love
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી જીતી લીધી, પરંતુ ચર્ચાનો વિષય રહ્યો ભારતીય ટીમના સફળ બોલર અર્શદીપ સિંહ.  યશસ્વી જાયસ્વાલે અર્શદીપ સિંહને આડેહાથ લીધો, પરંતુ બેઇજ્જત પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન થયો. અર્શદીપ અને જાયસ્વાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. વીડિયો જોયા બાદ, તમને ખ્યાલ આવી જશે કે તેમાં રિઝવાનની કેવી મજાક ઉડાવવામાં આવી છે.

Jaiswal

રાજસ્થાનની ટીમ ભલે પંજાબ સામેની મેચ જીતવામાં નિષ્ફળ રહી, પરંતુ જાયસ્વાલ અને સૂર્યવંશીએ બધાનું દિલ જીતી લીધું. મેચમાં યશસ્વીએ શાનદાર શરૂઆત કરી. તેણે પહેલી ઓવર નાખવા આવેલા અર્શદીપને જ ટારગેટ બનાવી લીધો. યશસ્વીએ પહેલી જ ઓવરમાં 22 રન બનાવ્યા, તેણે આ ઓવરમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ પણ, અર્શદીપને ખૂબ માર પડ્યો.

અર્શદીપ સિંહ ભારતીય ટીમનો ખૂબ જ સફળ બોલર છે. તેમણે મોટા મંચ પર ભારતીય ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ રાજસ્થાન સામે તેની એક ન ચાલી. વૈભવ સૂર્યવંશી અને જાયસ્વાલે તેની લાઇન-લેન્થ જ બગાડી નાખી. અર્શદીપે 4 ઓવરમાં 60 રન ખર્ચી નાખ્યા. જાયસ્વાલે મેચમાં 25 બૉલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી, જ્યારે વૈભવે 40 રન બનાવ્યા.

Arshdeep Singh

કઈ રીતે કરી રિઝવાનની બેઇજ્જતી?

જાયસ્વાલના હાથે માર ખાધા બાદ, અર્શદીપે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. તેણે ઓરેન્જ કેપ હોલ્ડર યશસ્વી સાથે એક વીડિયો રેકોર્ડ કર્યો અને કહ્યું કે, ‘ખૂબ માર્યો ભાઈ, દોરો જ ખોલી દીધો.’ જવાબમાં યશસ્વીએ કહ્યું કે, ‘એકદમ, મેં કહ્યું હતું ને કે એક દિવસ ખૂબ મારીશ.’ પરંતુ મજાની વાત એ છે કે અહીં અર્શદીપે મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક ઉડાવી છે. રિઝવાનના ‘વિન એન્ડ લર્ન’વાળા નિવેદન પર ખૂબ મીમ્સ બન્યા હતા. વીડિયોમાં અર્શદીપે લખ્યું કે, ‘Sometimes Win, Sometimes Learn and Win.’

error: Content is protected !!