

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે 22મેના દિવસે લો-પ્રેસરમાં ફેરવાઇ શકે છે. 24મેના દિવસે આ સીસ્ટમ મુંબઇ નજીકથી પસાર થઇને 25 તારીખે ગીર સોમનાથ અને પોરબંદર પરથી પસાર થશે તેની અસર 26 અને 27 મેના દિવસે ગુજરાતમાં જોવા મળશે.
21મેના દિવસે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરામાં વરસાદ પડશે. 22મેના દિવસે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા,ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ. 23થી 25 મેના દિવસે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબીમાં વરસાદ પડશે.