

અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું અને ભારતમાંથી તેઓ મોટી માત્રામાં સંપત્તિ લૂંટી ગયા હતા. ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય કળા વારસો, કે મહામુલી ચીજો અંગ્રેજો સાથે લેતા ગયા હતા. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે બ્રિટનના સૌથી ધનિક મૂળ ભારતીય છે અને તેમની સંપત્તિ બ્રિટનના રાજા કરતા પણ વધારે છે.
ટાઇમ મેગેઝીનના રિચલીસ્ટમાં ગોપીચંદ હિંદુજાનું નામ સૌથી ધનિક વ્યકિત તરીકે જાહેર કરાયું છે. ગોપીચંદ હિંદુજા અને તેમના પરિવારની નેટવર્થ 33.67 કરોડ રૂપિયા છે. તેઓ મુળ ભારતના છે અને તેમનો જન્મ મુંબઇમાં થયો હતો. હિંદુજા ગ્રુપના રિઅલ એસ્ટેટ, હોટલ, બેકીંગ, ટેલિવિઝન, ટ્રાન્સોપોટેશન સહિતના અનેક બિઝનેસ છે ગોપીચંદ હિંદુજા લંડનમાં રહે છે.તેમનો એક ભાઇ મોનેકામાં રહે છે અને સૌથી નાનો ભાઇ અશોક મુંબઇમાં રહે છે.