
એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પીરામલનું મુંબઇમાં 800 કરોડ રૂપિયાનું ઘર છે, જે 5 માળનું છે અને 3 બેઝમેન્ટ છે અને દરિયા કિનારે આવેલું છે. આ ઘર આનંદ પિરામલના પિતા અજય પિરામલ અને માતા સ્વાતિ પિરામલે જ્યારે ઇશા અને આનંદના 2018 લગ્ન થયા હતા ત્યારે ભેટમાં આપ્યું હતું. તેમણે આ જગ્યા 450 કરોડ રૂપિયામાં હિંદુસ્તાન યુનિલીર પાસેથી ખરીદી હતી.
જો કે ઇશાના બંગલામાં સૌથી મહત્વની વાત એ છે કે, તેને 3D ડાયમંડ થીમ પર બનાવવામાં આવ્યો છે અને બંગલામાં એક રૂમને ડાયમંડ રૂમન નામ આપવામાં આવ્યું છે. જ્યારે ઘરની લાઇટ ઓન કરવામાં આવે ત્યારે આ ડાયમંડ જબરદસ્ત ઝગમાટ કરે છે.