fbpx

વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

Spread the love
વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશનો ગરીબી દર 2011-12માં 16.22 ટકાથી ઘટીને 2022-23માં માત્ર 5.25 ટકા થયો છે. વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન લગભગ 17 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર થઇ ગયા છે.

India-Poverty-Rate3

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, હવે ફક્ત તે લોકો જ ‘અત્યંત ગરીબ’ ગણાશે જેઓ દરરોજ 3 ડૉલર (લગભગ રૂ.250)થી ઓછો ખર્ચ કરે છે. જે અત્યાર સુધી 2.15 ડૉલર એટલે કે રૂ.185 હતું. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા (IPL)માં મહત્વપૂર્ણ સુધારા કર્યા. બેંકે IPLને 2.15 US ડૉલર પ્રતિ દિવસથી વધારીને 3.00 US ડૉલર પ્રતિ દિવસ કર્યો. જો આ પરિવર્તન ન આવ્યું હોત, તો વૈશ્વિક સ્તરે ‘અતિશય ગરીબ’ લોકોની સંખ્યામાં 22.6 કરોડનો વધારો થયો હોત. આ નવા સ્કેલ મુજબ, 2022-23માં ગરીબી દર 5.25 ટકા હતો. ભારતે 2011-12માં ગરીબી રેખા નીચે જીવતી તેની વસ્તી 20.59 કરોડથી ઘટાડીને 2022-23માં 7.52 કરોડ કરી દીધી છે.

India-Poverty-Rate2

અહેવાલમાં જણાવાયું છે કે, 2011-12માં, દેશના ‘અતિશય ગરીબ’ લોકોમાંથી 65 ટકા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા પાંચ રાજ્યોમાં રહેતા હતા. પરંતુ 2022-23 સુધીમાં, આ રાજ્યોમાં ‘અતિશય ગરીબ’ લોકોની સંખ્યા માત્ર 54 ટકા થઈ ગઈ છે.

World-Bank

અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ‘અતિશય ગરીબી’ 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા થઈ ગઈ છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં તે 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગઈ છે. એટલે કે, ગામડા અને શહેર વચ્ચેનો તફાવત પણ ઘણો ઓછો થયો છે. પહેલા આ તફાવત 7.7 ટકા હતો, હવે ફક્ત 1.7 ટકા છે. બીજી તરફ, બંને વચ્ચે વપરાશમાં તફાવત પણ ઓછો થયો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વપરાશમાં તફાવત 2011-12માં 84 ટકાથી ઘટીને 2023-24માં 70 ટકા થયો છે.

India-Poverty-Rate1

વિશ્વ બેંકનો આ અહેવાલ 100થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, વહેંચાયેલ સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે જણાવે છે. વિશ્વ બેંક જૂથ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની વસંત અને વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવતી આ માહિતી, દેશની ગરીબી અને અસમાનતા વિશે ચિત્ર રજૂ કરે છે.

error: Content is protected !!