fbpx

#HaldiChallenge: શું હળદરથી કેન્સરનો ઇલાજ શક્ય છે? 

Spread the love
#HaldiChallenge: શું હળદરથી કેન્સરનો ઇલાજ શક્ય છે? 

આજના સોશિયલ મીડિયા યુગમાં આરોગ્ય સંબંધિત ટ્રેન્ડ્સ અત્યંત ઝડપથી ફેલાય છે. એવો જ એક ટ્રેન્ડ — #HaldiChallenge — દ્વારા હળદર ફરીથી ચર્ચામાં આવી છે. ગોલ્ડન દૂધથી લઈને ઈમ્યુનિટી શોટ સુધી, હળદરની “ચમત્કારિક મસાલા” તરીકે ચર્ચા કરવામાં  આવી રહી છે.

એક કેન્સર ફિઝિશિયન તરીકે લોકો મને ઘણીવાર પૂછે છે:

શું હળદર જેવી જડીબુટ્ટી કેન્સર અટકાવવામાં કે સારવારમાં મદદરૂપ બને છે?

જવાબ સીધો નથી — પણ આપણા આયુર્વેદિક વારસા અને આધુનિક વૈજ્ઞાનિક શોધ વચ્ચે તેનો ઉકેલ છે.

શોધ કહે છે કે હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું તત્વ મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે.  

01

-સોજા વિરુદ્ધ અસર: કેન્સરમાં લાંબા સમય સુધી આંતરિક સોજા (chronic inflammation)ની સમસ્યા રહેતી હોય છે.  કર્ક્યુમિન આ સોજાને ઘટાડે છે.
-ઍન્ટીઑકસિડન્ટ ગુણધર્મો: કર્ક્યુમિન શરીરમાં ફ્રી રેડિકલ્સને દૂર કરે છે, જે ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે.
-કેન્સર કોષોને નષ્ટ કરવા: કેટલીક લેબોરેટરી સ્ટડી અનુસાર કર્ક્યુમિન કેન્સર કોષોમાં “અપોપ્ટોસિસ” શરૂ કરે છે — એટલે કે તેનું મૃત્યુ નોતરે છે — જયારે સારા કોષોને કોઇ નુકસાન નથી થતું.

પણ એક પડકાર છે:

કર્ક્યુમિન શરીરમાં ઓછું શોષાય છે (low bioavailability), તેથી તેનો પ્રભાવ મર્યાદિત રહે છે. વૈજ્ઞાનિકો હવે પિપરિન (કાળી મરી), નાનો ટેક્નોલોજી અને લિપોસોમલ કર્ક્યુમિન જેવા વિકલ્પો શોધી રહ્યા છે.

આમ, હળદર અને તેના જેવી અન્ ઔષધિઓ મુખ્ય સારવાર તરીકે ઉપયોગમાં લઇ શકાય નહીં, પરંતુ તેનું સ્તાન પૂરક છે. 

તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય
તે સારવાર દરમિયાન થતી આડઅસરો ઓછી કરે
તે જીવનની ગુણવત્તા સુધારે

પણ કોઈ પણ હર્બલ દવા ડોક્ટરની સલાહ વિના લેશો નહીં — તે આપની દવાઓની વિરુદ્ધ હોઇ શકે છે.

02

તો #HaldiChallenge આપણને કઇ વસ્તુની યાદ અપાવે છે?

આવાં ટ્રેન્ડ આપણને આપણા પ્રાચીન જ્ઞાન સાથે જોડે છે.

કૅન્સર ફિઝિશિયન તરીકે મારૂં માનવું છે કે 

આપણે વૈજ્ઞાનિક આધાર લઇને જ  પરંપરાગત ઔષધીય વાતો કરવી

સાબિતિ સાથેની integrative સારવારને જ સ્વીકારવી 

જીવનશૈલી અને ખોરાક દ્વારા કેન્સર નિવારણની દિશામાં આગળ વધવું

હળદર અને અન્ય જડીબૂટીઓ કેન્સર સામે લડતના સહાયક સાધનો બની શકે છે — પણ તેઓ “ઈલાજ” નથી. વૈજ્ઞાનિકો સતત સંશોધન કરે છે કે કેવી રીતે યોગ્ય રીતે અને સલામત રીતે તેમને ઉપયોગમાં લઈ શકાય. આપણે કુદરતી જ્ઞાનનું માન રાખીએ — પણ સારવારને વૈજ્ઞાનિક ધોરણે આગળ વધારીએ.

error: Content is protected !!