fbpx

આ મોટી કંપનીમાં છટણીની તૈયારી, 9000થી વધુ કર્મચારીઓની નોકરી પર લટકી તલવાર

Spread the love
આ મોટી કંપનીમાં છટણીની તૈયારી, 9000થી વધુ કર્મચારીઓની નોકરી પર લટકી તલવાર

ટેક ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ ફરી એક વખત મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. સિએટલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, માઈક્રોસોફ્ટ આ વખત લગભગ 4 ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે, જે લગભગ 9,100 કર્મચારીઓ બરાબર છે. આ કંપનીની 2023 બાદ સૌથી મોટી છટણી બતાવવામાં આવી રહી છે. માઇક્રોસોફ્ટે જૂન 2024 સુધીમાં દુનિયાભરમાં લગભગ 2,28,000 કર્મચારીઓને રોજગારી આપી હતી. જોકે, છટણી અંગે કંપનીએ રોઇટર્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલના તાત્કાલિક જવાબ આપ્યા નથી.

switzerlands-passport

બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, આ છટણીની સૌથી મોટી અસર સેલ્સ વિભાગ પર પડવાની છે. કંપની પહેલા જ મે 2025માં લગભગ 6,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે અને હવે જુલાઈમાં બીજું મોટું પગલું ઉઠાવવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના ઓપરેશન્સને સ્ટ્રીમલાઇન કરવા અને ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લઈ રહી છે.

માઈક્રોસોફ્ટ એકલી કંપની નથી, જે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કોર્પોરેટ અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતાઓ અને મંદીના આશંકાને કારણે ઘણી મોટી કોર્પોરેટ્સ વિભિન્ન સેક્ટર્સમાં છટણી કરી રહી છે. કંપનીઓ AI અને ઓટોમેશન જેવા નવા ટેક્નોલોજીકલ મોડેલોને અપનાવીને પોતાના ખર્ચ ઘટાડી રહી છે અને જૂના માળખામાં બદલાવ કરી રહી છે.

microsoft1

આ છટણીને કારણે હજારો માઇક્રોસોફ્ટ કર્મચારીઓના માથા પર અનિશ્ચિતતાનો પડછાયો મંડરાઈ રહ્યો છે. જે વિભાગોમાં પહેલા જ સંસાધન સીમિત હતા, ત્યાં કર્મચારીઓને પોતાની નોકરીને લઈને ચિંતા સતાવવા લાગી છે. આ છટણીથી પ્રભાવિત થનારા કર્મચારીઓ માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે. માઇક્રોસોફ્ટે અત્યાર સુધી સ્પષ્ટ કર્યું નથી કે કયા વિભાગો અથવા ક્ષેત્રોમાં કાપ મૂકવામાં આવશે, પરંતુ સેલ્સ અને સંબંધિત ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. આ પગલાથી કંપનીની ભવિષ્યની રણનીતિ અને કર્મચારીઓના મનોબળ પર પણ પ્રભાવ પડી શકે છે.

error: Content is protected !!