

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી શરૂ કરી દીધી છે. કેજરીવાલ 23 અને 24 જુલાઇ ગુજરાતમાં હતા. આ બંને મહત્ત્વના દિવસોમાં આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી ક્યાંયે દેખાય જ નહીં.
એટલું જ નહીં, સ્ટેજ પર જે પોસ્ટર હતા તેમાં પણ વાઘાનીનો ફોટો નહોતો. તાજેતરમાં કેજરીવાલ અમદાવાદ આવેલા ત્યારે પણ વાઘાણીનો ફોટો નહોતો.
એના પરથી ચર્ચા શરૂ થઇ છે કે, શું ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ કઇંક નવાજૂની કરવાના છે? વાઘાણી ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં AAPના 5 ધારાસભ્યો જીતેલા, તેમાંથી એક બોટાદના ઉમેશ મકવાણાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. ચૈતર વસાવા જેલમાં છે,જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા હજુ AAPમાં જ છે.
