

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક રોશન, અજય દેવગણ, એકતા કપૂર, સારા અલી ખાન, ટાઇગર શ્રોફે અને રાજકુમાર રાવે રોકાણ કરેલું છે.
આ કંપનીનું નામ શ્રી લોટસ ડેલવપર્સ છે અને આ કંપનીનો IPO 30 જુલાઇથી ખુલવાનો છે અને 1 ઓગસ્ટે બંધ થશે. 8 ઓગસ્ટ સુધીમાં BSE-NSEમાં લિસ્ટીંગ થશે. કેપિટલ માર્કેટમાંથી 792 કરોડ રૂપિયા ભેગા કરવા માટે કંપની ઇશ્યુ લાવી રહી છે. શેરની ફેસવેલ્યુ 1 રૂપિયો રાખવામાં આવી છે અને પ્રાઇસ બેન્ડ 140-150 રૂપિયા રાખવામાં આવ્યો છે. અમિતાભ અને શાહરૂખે આ કંપનીમાં 10-10 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. કંપની રિઅલ એસ્ટેટ ડેવલપર અને ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની છે જે મુંબઇમાં છે.

