

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ સુરતના પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ તાજેતરની સંકલન બેઠકમાં કરી હતી. અરવિંદ રાણાએ કહ્યું હતું કે, અશાંત ધારા હેઠળ 311 કેસોમાં ખોટી પરવાનગી આપવામાં આવી છે.
અશાંત ધારાનો એક આવો જ એક મુદ્દો સામે આવ્યો છે. સુરતના ગોરાટ વિસ્તારના રહીશોએ કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં રાજહંસ ગ્રુપ બિલ્ડર દ્વારા ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ અમારી કોઇ મંજૂરી લેવામાં નથી આવી. રહીશો ગુરુવારે કલેકટર ઓફિસે ભેગા થયા હતા અને પાટીલ ભગાવો,ભાજપ બચાવોન નારા લગાવ્યા હતા.
અશાંત ધારો એટલે કે જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. અશાંત ધારામાં સમેવશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે. જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે.

