

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી યાત્રા ધામને મોડલ ટેમ્પલ ટાઉનના બેંચમાર્ક બનાવવા માટે ગુજરાત સરકારે 50 વર્ષના વિઝન સાથેનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. અંબાજી યાત્રા ધામને ડેવલપ કરવા ગુજરાત સરકાર 1632 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
પ્રથમ તબક્કાં 950 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કોરીડોરનું નિર્માણ કરવામાં આવશે. બીજા તબક્કાં 682 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં ગબ્બર મંદિર અને અંબાજી મંદિર પરિસરનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચાચર ચોકનો વિસ્તાર 3 ગણો મોટો કરવામાં આવશે. ગરબાનું મેદાન પણ ઘણું મોટું કરવામાં આવશે. અંબાજી ગબ્બરની જ્યોત અને વિશા યંત્રને ટેક્નોલોજી સાથે જોડવામાં આવશે. અંબાજી યાત્રા ધામમાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે.

