
-copy12.jpg?w=1110&ssl=1)
ગુજરાત સરકારે તાજેતરમાં ભુવા, તંત્ર-મંત્રની વીધીથી લોકોને ખોટી રીતે ફસાવનારાઓ સામે કાયદો બનાવ્યો છે આ કાયદા હેઠળ સુરતના અડાજણ પોલીસ સ્ટેશમાં પહેલીવાર બોટાદના એક ભુવા સામે ગુનો નોંધાયો છે અને પોલીસે ભુવાની ધરપકડ પણ કરી છે. પોલીસે વિનંતી કરી છે કે આ ભુવાથી ફસાયેલા લોકો ફરિયાદ કરવા સામે આવે.
સુરતની એક પરણિતા પિતૃ દોષની વીધી કરાવવા માટે બોટાદના ચિરોડા ગામે ગંગારામ લશ્કરી પાસે સુરતથી બોટાદ ગઇ હતી અને વીધી પુરી થયા પછી જ્યારે બોટાદથી લકઝરી બસમાં ભુવો અને પરણીતા સુરત આવી રહ્યા હતા ત્યારે મહિલાને વશ કરીને ભુવાએ વારંવાર દુષ્કર્મ કર્યું હતું. અડાજણ પોલીસે ભુવાની ધરપકડ કરી છે. આ ભુવો 55 વર્ષનો છે અને 25 વર્ષની તેની દીકરી છે.

