

શિસ્તની પાર્ટી ગણાતી ભાજપ સામે કાર્યકરો કે નેતાઓ આરોપ લગાવતા ડરતા હતા, પરંતુ હવે સાંસદ અને ધારાસભ્ય જેવા નેતાઓ પણ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવતા થયા છે.
માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્ય પોલીસ સામે આરોપ લગાવી રહ્યા છે કે, બાંટવા અને માણાવદરમાં પોલીસના આર્શીવાદથી જુગારની કલબો ચાલી રહી છે.
અરવિંદ લાડાણીએ કહ્યું હતુ કે, મારી પાસે એવી માહિતી આવી છે કે, આવી હરતી ફરતી કલબો ચાલુ રાખવા માટે પોલીસ રોજનો 70થી 80 હજાર રૂપિયાનો હપ્તો વસુલે છે. જો કે પોલીસે આ વાતનો ઇન્કાર કરીને કહ્યું છે કે, ધારાસભ્યને ખોટી માહિતી મળી છે.

