

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાંખ્યો તેનો દેશભરમા વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ ભાજપ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા. અમરેલીના ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ અમદાવાદમાં અમેરિકાની વસ્તુઓની હોળી કરી અને લોકોને અમેરિકાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપ્યું. ભારત જન પરિષદના બેનર હેઠળ વિરોધ કરવામાં આવ્યો.
જો કે ભાજપ નેતાઓએ અમેરિકાની વસ્તુઓની હોળી કરી તેમાં એક લોચો માર્યો. કીટ કેટની પણ હોળી કરી. હવે કીટ કેટ તો સ્વિટઝરલેન્ડની નેસ્લે કંપનીની પ્રોડક્ટ છે એવી જ રીતે કેડબરીની હોળી કરી તો કેડબરી UKની કંપની છે. બધા નેતાઓ પાસે આઇ-ફોન હતા જે અમેરિકાની કંપની છે, પરંતુ એકેય નેતાઓએ આઇ-ફોનની હોળી ન કરી.
