fbpx

સુરતમાં 18 ઓગસ્ટથી ડી સી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન

Spread the love
સુરતમાં 18 ઓગસ્ટથી ડી સી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન

સુરત: વેસુમાં આગામી 18 ઓગસ્ટથી ડી સી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન ૩નું આયોજન કરવામાં આવ્યું છે. બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ છે. ટુર્નામેન્ટનું આયોજન સુરતના વેસુ સ્થિત સી. બી. પટેલ ક્રિકેટ એન્ડ ફુટબોલ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.

surat

ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતાં ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી. પટેલે જણાવ્યું કે, સીઝન 1 અને 2ની ભવ્ય સફળતા બાદ આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન ૩નું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત વેસુમાં 18 ઓગસ્ટથી થઈ છે.

surat

ટૂર્નામેન્ટ દરમિયાન બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 ટીમો મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળી 132 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્થિત 6 કોલેજોના 2600થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફાઇનલમાં વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. 

surat

કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારોના ગામડાઓની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પહોંચાડવાનો છે. ટૂર્નામેન્ટમાંથી જે પણ આવક થશે તેમાં વધારાની રકમ ઉમેરીને બાળકો માટે શિક્ષણ કિટ ખરીદવામાં આવશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજભાઈ જી. પટેલ ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!