

સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સંદીપા વિર્કની EDએ 40 કરોડ રૂપિયાની મનીલોન્ડરીંગ કૌભાંડ મામલે દિલ્હીમાં ધરપકડ કરી છે. આ પહેલા EDએ મુંબઇ અને દિલ્હીમાં દરોડા પાડ્યા હતા.
સંદીપા HubooCare ડોટ કોમની માલિક છે અને બ્યુટી પ્રોડકટ વેચવા માટે વેબસાઇટ બનાવી હોવાનો દાવો કરતી હતી.
સંદીપાના ઇન્સ્ટા પર 12 લાખ ફોલોઅર્સ છે. EDની તપાસમા સામે આવ્યું કે સંદીપા આ વેબસાઇટનો ઉપયોગ મનીલોન્ડરીંગ માટે કરતી હતી અને ગેરકાયદે મેળવેલા ફંડને શેલ કંપનીઓમાં વિદેશમાં ટ્રાન્સફર કરતી હતી. સંદીપાના રિલાયન્સ કેપિટલના પૂર્વ ડિરેકટર અંગારાઇ નટરાજન સેતુરામન સાથે પણ સંબંધ હોવાની વાત સામે આવી છે.
સંદીપાએ પોતાની પ્રોફાઇલમા અભિનેત્રી અને એન્ટરપ્રિન્યોર હોવાનું બતાવ્યું છે. તેની પ્રોડક્ટ પણ નકલી હોવાનું તપાસમા બહાર આવ્યું છે. સંદીપા રાહુલ ગાંધી અને પત્રકાર રવિશ કુમારના અનેક વાર વખાણ કરી ચૂકી છે.
