fbpx

AM/NS Indiaએ સુરત પોલીસના સથવારે થેલેસેમિયા પીડિત બાળકો માટે 842 યુનિટ બ્લડ એકત્રિત કર્યું

Spread the love
AM/NS Indiaએ સુરત પોલીસના સથવારે થેલેસેમિયા પીડિત બાળકો માટે 842 યુનિટ બ્લડ એકત્રિત કર્યું

હજીરા – સુરત, ઓગસ્ટ 19, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સુરત પોલીસ સાથે મળને ઓગસ્ટ 18, 2025ના રોજ સફળતાપૂર્વક ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કર્યુ હતું. હજીરા ખાતે કંપનીના મુખ્ય પ્લાન્ટ તથા રેસિડેન્સિસ મળીને કુલ 9 સ્થળોએ યોજાયેલા આ અભિયાન થકી 842 યુનિટ બ્લડ એકત્રિત થયું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના થેલેસેમિયાની સારવાર લઈ રહેલા બાળકોને નિયમિત રીતે બ્લડ યુનિટની સહાય પૂરી પાડવાનો છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન અનુપમસિંહ ગેહલોત (IPS), પોલીસ કમિશનર, સુરત અને સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી CTO, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા AMNS ટાઉનશીપના સંસ્કૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજેશ પરમાર (SPS), DCP, ઝોન-6 અને  દીપ વકીલ, ACP-જે ડિવિઝન પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગ તથા AM/NS India ના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

surat

અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર, સુરતે આ સંયુક્ત પ્રયાસને બિરદાવતાં જણાવ્યું હતું કે, “આ ખાસ પહેલ સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ પહેલ થકી એવા બાળકોને મદદ થશે કે જેઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે અને જેમને આરોગ્યમય જીવન જીવવા માટે નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના દર્દીઓ માટે પણ મોટા પ્રમાણમાં બ્લડ યુનિટ્સની જરૂર પડતી હોઈ છે, આવા સમયે થેલેસેમિયાની સારવાર લઈ રહેલા બાળકો માટે AM/NS India એ સ્થળ અને સહયોગ થકી બલ્ડ એકત્રિત કરવાની કરેલી કામગીરી અત્યંત પ્રશંસનીય છે.”

આ પ્રસંગે સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી CTO, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું: “અમે સુરત પોલીસનો આ ઉત્તમ કાર્ય માટે દિલથી આભાર માનીએ છીએ. આવા મહત્વના અભિયાનમાં ભાગીદાર બનવું AM/NS India માટે ખૂબ ગૌરવની વાત છે. અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની ઉત્સાહભેર આગળ આવીને આ સતકાર્યમાં ભાગીદારી નોંધાવી છે, અમે સમાજને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને થેલેસેમિયાની સારવાર લઈ રહેલા બાળકોના જીવનમાં સાચો ફેરફાર લાવવા તત્પર છીએ.”

surat

ઉદ્ઘાટન બાદ અનુપમસિંહ ગેહલોત,  સંતોષ મુંધાડા, રાજેશ પરમાર અને  દીપ વકીલ સહિત આગેવાનોએ AMNS ટાઉનશીપના સંસ્કૃતિ હોલની બહાર વૃક્ષારોપણ પણ કર્યુ હતું. આ પહેલ પર્યાવરણ જાળવણી તથા સમાજ કલ્યાણ માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાના પ્રતિક સમાન છે. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનએ AM/NS Indiaની પોલીસ વિભાગ સાથેની અર્થપૂર્ણ ભાગીદારી થકી સમાજના આરોગ્ય અને કલ્યાણ માટે જરૂરી યોગદાન પુરૂ પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

error: Content is protected !!