fbpx

આ ગામમાં રહે છે માત્ર એક પરિવાર, 10-20 નહીં કુલ 40 સભ્ય-બધા જ સંબંધી; સરકારી યોજનાથી લે છે લાભ

Spread the love
આ ગામમાં રહે છે માત્ર એક પરિવાર, 10-20 નહીં કુલ 40 સભ્ય-બધા જ સંબંધી; સરકારી યોજનાથી લે છે લાભ

શું તમે ક્યારેય એવા ગામ બાબતે સાંભળ્યું છે જ્યાં માત્ર એક જ પરિવાર રહેતો હોય? જો જવાબ ના છે, તો આજે જાણી લો કે રાંચીના આ ગામમાં માત્ર એક જ પરિવાર રહે છે. એ છતા, તેમના માટે યોજનાઓ બનાવવામાં આવે છે અને તેઓ તેનો લાભ પણ લે છે. રાંચીથી 40 કિમી દૂર ખૂંટી જિલ્લાના રાનિયા બ્લોકમાં એક એવું ગામ છે જ્યાં માત્ર એક જ પરિવાર રહે છે. આ ગામનું નામ ચેંગરે છે.

આ ગામનું કુલ ક્ષેત્રફળ 87 હેક્ટર છે. અધિકારીઓ કહે છે કે તેમના માટે યોજનાઓ બનાવવી પડે છે. તેમને પણ બધી યોજનાઓનો લાભ મળે છે. જોકે, એક જ પરિવારમાં 40 લોકો છે. બધા સંબંધી છે. બાકીના લોકો સમય સાથે સ્થળાંતર કરી ગયા. કારણ કે, અહીં ભૌતિક સુખ-સુવિધાઓનો ભારે અભાવ છે. રાનિયા બ્લોકના અધિકારીઓ કહે છે કે જે પરિવાર અત્યારે રહે છે, તેમણે સ્થળાંતર કર્યું નથી. તેઓ કહે છે કે અમે અહીં શાંતિથી રહીએ છીએ, ગાયો, ભેંસો, બકરીઓ ચરાવીએ છીએ અને ખુશ રહીએ છીએ.

Village1

અમને ખૂબ ભૌતિક સુખ-સુવિધાઓની જરૂર નથી. જંગલમાંથી જે કંઈ આવે છે તેનાથી કામ ચાલે છે. અમારી પાસે દૂધ માટે ગાયો છે. આ બકરી વેચીને અને થોડી ખેતી કરીને અમારું જીવન સારી રીતે ચાલે છે. તેમને ઘણી યોજનાઓનો લાભ મળ્યો છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના. તેમના બાળકોને PDS સિસ્ટમ દ્વારા મફત શિક્ષણ અને રાશન-પાણી મળે છે.

Village

આ ગામને જોતા જ તમને એવું લાગશે કે તમે જંગલમાં આવી ગયા છો અને અહીં કોઈ રહેતું નથી. જોકે, તે ખૂબ નાનું છે, માત્ર 87 હેક્ટર. પરંતુ અહીં એક મોટું ઘર છે જ્યાં તમને માત્ર એક જ પરિવાર હસતો અને રમતો જોવા મળશે. આ પરિવારના સભ્ય સુદેશ કહે છે કે ઘણી વખત લોકો અમને પૂછે છે કે તમને ડર નથી લાગતો. તો તમને જણાવી દઈએ કે, તેની બાજુમાં અન્ય એક ગામ છે અને તે ગામ ખૂબ ભરેલું છે. એવામાં, જો આપણે આગળ આવીને એક અવાજ કરીશું, તો બધા લોકો આવી જશે. એટલે ડર જેવી કોઈ વાત નથી. અહીં, પ્રાણીઓ અને માણસો, બધા અમારા પોતાના છે.

error: Content is protected !!