fbpx

મારી સામે રાજકીય પેઇડ કેમ્પઇન ચલાવાયુ એવું કહીને ગડકરીએ કોની સામે નિશાન સાધ્યું?

Spread the love
મારી સામે રાજકીય પેઇડ કેમ્પઇન ચલાવાયુ એવું કહીને ગડકરીએ કોની સામે નિશાન સાધ્યું?

જ્યારથી ઇથેનોલ બ્લેન્ડ ફયુઅલ E20નો ઉપયોગ અમલમાં આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઇ છેકે ઇથેનોલ પેટ્રોલને કારણે વાહનની ટાંકી ખરાબ થઇ જાય છે અને એવરેજ પણ ઘટે છે. કેટલાંક નિષ્ણાતો પણ આવું કહી રહ્યા છે. દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોટીવ મેન્યુફેકચર્સના 65માં વાર્ષિક સમેંલનમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચોંકાવનારી વાત કરી હતી.

ગડકરીએ કહ્યું કે, પોતે સોશિયલ મીડિયા પર રાજનીતીથી પ્રેરિત પેઇડ કેમ્પેઇનના શિકાર બન્યા હતા. તેમણે કહ્યુ કે E20 પેટ્રોલ વિશે Online અતિશયોક્તિ કરવામાં આવી છે. મને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જો કે ગડકરીએ એ વાતની સ્પષ્ટતા નહોતી કરી કે, તેમની સામે પેઇડ કેમ્પેઇન કોણ ચલાવી રહ્યું છે?

error: Content is protected !!