fbpx

મેગીના મસાલાથી લઈને પનીર સુધી… સુરતમાં મળી જશે બધુ નકલી

Spread the love
મેગીના મસાલાથી લઈને પનીર સુધી... સુરતમાં મળી જશે બધુ નકલી

હોટલોમાં કે ઘરે પનીરની સબ્જી ખાવાનો તમને શોખ હોય તો આ ગંભીર સમાચાર ખાસ જાણી લેજો. સુરતના પુણા વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે આવેલા ક્રિષ્ણા નગરમાં નકલી પનીરનું ગોડાઉન છે એવી માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા તો પોલીસ પણ ચોંકી ગઇ. 315 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી લેવામા આવ્યો. પંકજ ભૂત નામનો માણસ છેલ્લાં 4 મહિનાથી ભાડે મકાન રાખીને નકલી પનીર વેચતો હતો.

રાજકોટથી દરરોજ 100 કિલો પનીર  કિલોએ 205 રૂપિયાને ભાવે લાવતો અને 240માં વેચી દેતો હતો. અસલી પનીરનો ભાવ કિલોએ 360 રૂપિયા છે. મતલબ કે માર્કેટ ભાવથી 120 રૂપિયા ઓછા ભાવ નકલી પનીર વેચતો હતો.

અસલી પનીરને ઓળખવાની રીત એ છે કે પનીરને ગરમ પાણીમાં ઉકાળો અને તેમાં સોયાબીન પાવડર અથવા લોટ નાંખો. નકલી પનીર હશે તો તરત કલર બદલાઇ જશે.

error: Content is protected !!