fbpx

વોટચોરી પર રાહુલ ગાંધી હજુ શું લાવવાના છે?

Spread the love
વોટચોરી પર રાહુલ ગાંધી હજુ શું લાવવાના છે?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં ઇંદિરા ભવનમાં વોટ ચોરી પર બીજી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પહેલા રાહુલે 7 ઓગસ્ટે વોટ ચોરી પર ચૂંટણી પંચ સામે નિશાન સાધ્યું હતું.

હું આપણા બંધારણની રક્ષા કરીશ એવું કહીને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સના સંબોધનનની શરૂઆત કરી હતી.રાહુલે કહ્યું કે, આનાથી પણ મોટો ધડાકો હજુ આવવાનો બાકી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ વોટ ચોરી કરનારાઓને બચાવી રહ્યા છે.

રાહુલે કર્ણાટકને એક મતદારને પણ બોલાવ્યા હતા જેમનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઇ ગયું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે વિસ્તારોમાં કોંગ્રેસના સાચા મતદારો છે ત્યાંજ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!