
આંદામાન નિકોબાર સ્ટેટ કો,.ઓ. બેંકના 500 કરોડ રૂપિયાના કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને બેંકના પૂર્વ ચેરમેન કુલદીપ રાય શર્મા, બેંકના મેનેજિંગ ડિરેક્ટર કે. મુરુગન અને બેંકના લોન અધિકારી કે. કલેવૈનનની ધરપકડ કરવામાં આવી છે. આંદામાન અને નિકોબારના ઇતિહાસમાં EDએ કોઇની ધરપકડ કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે.
બેંકના 500 કરોડ રૂપિયાના કૌભાંડમાં આ 3 માથાઓએ નિયમોને નેવે મુકીને અને નકલી કંપનીઓ બનાવીને 500 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કર્યું હતું, જેમાંથી 230 કરોડ રૂપિયાનો સીધો લાભ કુલદીપ રાય શર્માને મળ્યો હતો.
મુરુગન અને કલેવૈનને પણ પોતાના સંબધોના નામે કંપની બનાવી હતી અને અન્ય લોકોને લોન આપીને 5 ટકા કમિશન મેળવ્યું હતું અને એ લોનની રકમ પછી બેંક અધિકારીઓ વચ્ચે વ્હેંચી લેવામાં આવી હતી.
