fbpx

દશેરા પહેલા ગુજરાતના રાજકારણમાં શું નવા-જૂની થવાની છે?

Spread the love
દશેરા પહેલા ગુજરાતના રાજકારણમાં શું નવા-જૂની થવાની છે?

સપ્ટેમ્બર 22થી નવરાત્રનો પવિત્ર તહેવાર શરૂ થવાનો છે અને દશેરા સુધી ચાલશે. ગુજરાતમાં તો નવરાત્રી ધામધૂમથી ઉજવાશે, પરંતુ આ વખતે દશેરા પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ધડાકો થવાનો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત ભાજપના એક નેતાએ નામ નહીં કહેવાની શરતે કહ્યું હતું કે, આ વખતે નવરાત્રીના તહેવારની વચ્ચે  નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનું નામ જાહેર થઇ જશે અને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું વિસ્તરણ પણ થઇ જશે. અત્યારે ભાજપમાં એક જ બાબતની વિમાસણ છે કે પહેલા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવું કે પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ કરવું? જો કે 20 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ કોકડું ઉકેલાઇ જશે.

error: Content is protected !!