પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
– નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કેમ્પ યોજાયો
– ૭૫ બોટલ બ્લડ એક્ત્રિત કરવામા આવ્યુ હતુ
– ધારાસભ્ય , પૂર્વ સાંસદ , પૂર્વ ધારાસભ્ય , તાલુકા પંચાયત પ્રમુખ , નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો





દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને પ્રાંતિજ ખાતે સેવા પખવાડીયુ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેમા પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તેમજ કાર્યકરો એ પણ રકતદાન કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણી મા સહભાગી બન્યા હતા તો ૭૫ બોટલ બ્લડ એક્ત્રિત કરવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા , પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , ધવલભાઇ રાવલ , નગરપાલિકા કોર્પોરેટર દર્શિલભાઇ દેસાઇ , મહેશભાઇ મકવાણા સહિત નગરપાલિકા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા તો સંજય ભાઇ પટેલ , સુરેશભાઈ પટેલ , સંદીપભાઇ શાહ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

