પ્રાંતિજ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ
– પ્રાંતિજ વિવિધ સ્કુલ ના વિધાર્થીઓએ ભાગ લીધો
– ૧થી૩ ચિત્ર વિજેતા વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા
– નગરપાલિકા દ્રારા ચિત્ર સ્પર્ધા નુ આયોજન કર્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકા દ્રારા ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિધાર્થીઓએ સ્વચ્છતા ને લગતા ચિત્રોદોરી આવનાર મહેમાનો ના દિલ જીતી લીધા હતા


સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકા ના પ્રમુખ અનિતાબેન પંડ્યા તથા પાલિકા ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી દ્રારા નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ શાળાઓમા ૮થી૧૫ વર્ષ ના બાળકોએ આ ચિત્ર સ્પર્ધા મા ભાગ લીધો હતો જેમા ૧થી૩ વિજેતા જાહેર કરવામા આવ્યા હતા જેમા પ્રથમ નંબર માહિત સોની , દ્વિતીય નંબર ધ્યાન જોષી , તૃતીય નંબર ઉર્વી પરમાર વિજેતા વિધાર્થીઓએને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , નગરપાલિકા ના પ્રમુખ અનિતાબેન પંડયા , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા ,ધવલભાઇ રાવલ , નગરપાલિકા કોર્પોરેટર , દર્શિલભાઇ દેસાઇ , મહેશભાઇ મકવાણા , પિયુષભાઇ પટેલ , વિપુલભાઈ ભોઇ સહિત કોર્પોરેટરો તથા સંજયભાઇ પટેલ , સુરેશભાઈ પટેલ , સંદિપ ભાઇ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

