fbpx

શેરબજારમાં અચાનક કેમ ગભરાટ, મિનિટોમાં 4 લાખ કરોડ સ્વાહા થઇ ગયા! આ રહ્યા તેના 6 કારણ…

Spread the love
શેરબજારમાં અચાનક કેમ ગભરાટ, મિનિટોમાં 4 લાખ કરોડ સ્વાહા થઇ ગયા! આ રહ્યા તેના 6 કારણ...

ગુરુવારે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 555.95 પોઈન્ટ ઘટીને 81159.68 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 166 પોઈન્ટ ઘટીને 24,890.85 પર બંધ થયો. નિફ્ટી બેંક 145 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. BSE સ્મોલકેપ 400 પોઈન્ટનો ઘટાડો અને BSE મિડકેપ 330 પોઈન્ટ ઘટીને બંધ થયો.

BSEના ટોચના 30 શેરોની વાત કરીએ તો, તેમાં સૌથી વધારે ઘટાડો ટાટા ટ્રેન્ટ, પાવરગ્રીડ અને ટાટા મોટર્સ લગભગ 3 ટકા સુધી નીચે ગયા હતા, જ્યારે BELમાં 2 ટકાનો સૌથી મોટો વધારો જોવા મળ્યો. 30 શેરોમાંથી, 26 શેર લાલ રંગમાં બંધ થયા, અને 4 વધારા સાથે બંધ થયા.

Stock Market Crash

ક્ષેત્રોની વાત કરીએ તો, આજે ફક્ત ધાતુઓમાં થોડો વધારો થવાને છોડી દઈએ તો, બાકી તમામ ક્ષેત્રો દબાણ હેઠળ હતા. IT, રિયલ એસ્ટેટ અને નાણાકીય બેંકિંગ ક્ષેત્રો સૌથી વધુ દબાણ હેઠળ હતા. આ ત્રણેય ક્ષેત્રો 1 ટકાથી વધુ ઘટ્યા. આ ઉપરાંત, ફાર્માસ્યુટિકલ અને ઓટો સેક્ટરને પણ ઘણું વધારે પડતું નુકસાન થયું હતું.

ચાલો આપણે જાણીએ કે, બજારમાં અચાનક આટલો બધો ભારે ઘટાડો કેમ થયો?

US H-1B વિઝા પ્રતિબંધની સીધી અસર ભારતના ઇક્વિટી માર્કેટ પર પડી છે, કારણ કે આજે IT સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. TCSના શેર 2.55 ટકા ઘટીને રૂ. 2,958 પર બંધ થયા છે, જે ત્રણ વર્ષની નીચી સપાટી છે. આ ઉપરાંત ઇન્ફોસિસ, વિપ્રો અને બીજા અન્ય IT શેરોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, રુપોયો ડૉલર સામે 22 ટકા ઘટીને 88.31 પર બંધ થયો છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.66 ટકા વધીને 67.12 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયો છે. તેલના વધતા ભાવ ફુગાવા અને આયાત બિલ બંનેમાં વધારો કરી શકે છે. વિદેશી બજારોમાંથી પણ કોઈ રાહત મળે તેવી કોઈ અપેક્ષા દેખાતી નથી. હેંગ સેંગ લગભગ 1 ટકા ઘટ્યો હતો, જ્યારે વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ પણ લાલ રંગમાં બંધ થયા હતા. US અને ભારત વચ્ચેના વેપાર માટે આગળ વધવા માટેનો માર્ગ હજુ અસ્પષ્ટ છે, જેના કારણે વિદેશી રોકાણકારો રોકાણ કરવાથી ડરી રહ્યા છે.

Stock Market Crash

BSE માર્કેટ કેપ, જે 24 સપ્ટેમ્બરના રોજ રૂ. 461.34 લાખ કરોડ હતી, તે આજે ઘટીને રૂ. 457.35 લાખ કરોડ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, રોકાણકારોને એક જ દિવસમાં લગભગ રૂ. 4 લાખ કરોડનું નુકસાન થયું છે.

આજે ટાટા ઇન્વેસ્ટમેન્ટ્સના શેર 6 ટકા ઘટ્યા. સુદર્શન કેમિકલ્સમાં 5.25 ટકાનો ઘટાડો નોંધાયો. હેરિટેજ ફૂડ્સ 5 ટકા ઘટ્યા, કલ્યાણ જ્વેલર્સના શેરમાં 3.45 ટકાનો ઘટાડો નોંધાયો, અને ઇસ્કોટના શેર 2.60 ટકા સુધી ઘટ્યા હતા.

નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી આવશ્યક છે.

error: Content is protected !!