fbpx

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો રસ્તો પહોળો કરવા કોર્ટે આચર ગામના 49 રહેવાસીઓને કહ્યું- ‘તમારે વિસ્તાર ખાલી કરવો જ પડશે’

Spread the love
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો રસ્તો પહોળો કરવા કોર્ટે આચર ગામના 49 રહેવાસીઓને કહ્યું- 'તમારે વિસ્તાર ખાલી કરવો જ પડશે'

ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રસ્તા પહોળા કરવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આચર ગામના 49 રહેવાસીઓને તે સ્થળ ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી. આ આખો મામલો લઈને ગામના 49 રહેવાસીઓએ ગુજરાત હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ હાઇ કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી, ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. અને આ કારણ બતાવીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી, ઉપરાંત આગળ જણાવ્યું હતું કે હવે આ બધા રહેવાસીઓએ આ વિસ્તાર ખાલી કરવો પડશે.

Narendra-Modi-Stadium

આ વર્ષના એપ્રિલ મહિનામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારના રહેવાસીઓને સ્થળ ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી. નોટિસમાં, કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સુભાષ નગરના ઘરો, જેને ઝૂંપડપટ્ટી વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ બનાવવામાં આવી રહેલા 24-મીટર અને 12-મીટર રસ્તાઓ વચ્ચે આવે છે. તેથી, તેઓએ આ સ્થળ ખાલી કરવું જ પડશે. આ પછી, ત્યાંના રહેવાસીઓએ ગુજરાત હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રહેવાસીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેમના વિસ્તારને ઝૂંપડપટ્ટી જાહેર કરવામાં આવ્યો છે, અને તેથી, તેમને ખાલી કરાવતા પહેલા રહેવા માટે બીજી જગ્યા પૂરી પાડવી જોઈએ. જોકે, કોર્ટે અરજી ફગાવીને આ 49 રહેવાસીઓને ફટકો માર્યો હતો.

Narendra-Modi-Stadium2

કોર્ટે જણાવ્યું હતું કે, આ યોજનાને લઈને ક્યાંય પણ તેને પડકારી શકાય નહીં, કારણ કે આ યોજનામાં બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જેમને નોટિસ મળી છે તેમણે શાંતિથી સ્થળ ખાલી કરવું જોઈએ અને AMCને કબજો સોંપી દેવો જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે, કાયદાકીય પરિસ્થિતિ હોવાને કારણે અરજદારોના આ કેસમાં કોઈ યોગ્ય બાબત હોય તેવું દેખાતું નથી.

error: Content is protected !!