
ચાલતી ટ્રેનમાંથી ફોન છીનવીને ભાગી રહેલા ચોરને એવી ખબર નહોતી કે તે ટ્રેન આગળ જઈને અટકી જશે, પરંતુ બરાબર થયું એવું કે… ટ્રેન આગળ જઈને અટકી ગઈ. પછી મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને ખેતરમાં ઘૂસી ગયા અને ચોરને શોધવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચાલુ ટ્રેનમાં ફોન છીનવી લેવાના કિસ્સાઓ આ પહેલા પણ ઘણીવાર નોંધાયા છે. ક્યારેક લોકો બારીમાંથી જ ચોરને પકડી લે છે, અને ક્યારેક ચોર ચોરી કરવામાં સફળ પણ થાય છે. પરંતુ આ વખતે, એક એવો વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ચોરને ચાલતી ટ્રેનમાં ફોન ચોરીને ભાગવાનું ખુબ ભારે પડી ગયું. કારણ કે, ફોન ચોરતી વખતે તેને એવો અંદાજો ન હતો કે ટ્રેન આગળ જઈને અટકી જશે.

પરંતુ ખરેખર બન્યું જ એવું કે ટ્રેન આગળ જઈને અટકી ગઈ, અને મુસાફરો નીચે ઉતરી ગયા અને ખેતરમાં તેને શોધવા લાગ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો જોયા પછી, ઇન્ટરનેટ વપરાશકર્તાઓ પોતાનું હાસ્ય રોકી શકતા નથી, કારણ કે વિડિઓના અંતમાં એવું બને છે કે જેના કારણે દરેકના મોઢા પર હાસ્ય આવી ગયું. વપરાશકર્તાઓ કોમેન્ટમાં એવું પણ લખી રહ્યા છે કે, ‘ચોરે ખોટી ટ્રેનમાં ચોરી કરી લીધી.’
ટ્રેન બંધ થઈ ગઈ હોવાથી લોકો ફોન ચોરનાર ચોરને પકડવા માટે ટ્રેનમાંથી ઉતરે છે. ચોરી જે જગ્યાએ થઈ છે તે નદી કિનારાનો વિસ્તાર હતો અને આસપાસના ખેતરોમાં ઊંચું ઘાસ ઉગી નીકળ્યું છે. તેથી ફોન ચોરી કર્યા પછી, ચોર આ ઊંચા ઘાસમાં છુપાઈ જાય છે. જોકે, ટ્રેન બંધ થઈ ગઈ હોવાથી મુસાફરો નીચે ઉતરે છે અને ખેતરોમાં તેને શોધવાનું શરૂ કરે છે.
દોઢ મિનિટના આ વીડિયોમાં, લગભગ એક મિનિટની શોધખોળ કર્યા પછી ચોર પકડાઈ જાય છે. પછી, લોકો તેની સાથે એવી જ રીતે વર્તે છે જે રીતે તેઓ દેશમાં ગમે ત્યાં ચોર સાથે વર્તે છે. તેઓ તેને બરાબરનો માર મારે છે અને તેને ટ્રેનમાં પાછો લઇ આવે છે. હવે આગળ શું થાય છે તે વીડિયોમાં સ્પષ્ટ નથી. જોકે, 24 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરાયેલો આ વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

@robinofficial18 નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર આ રીલ પોસ્ટ કરી અને લખ્યું, ‘ભાઈ, ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ચોરી કરીને ભાગી ગયો હતો પરંતુ પકડાઈ ગયો.’ સમાચાર લખાયાના 3 દિવસ પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે યુઝરે પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ્સની સંખ્યા બંધ કરી દીધી છે.
સ્વાભાવિક છે કે, આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે, જેમાં ચાલતી ટ્રેન રોકાઈ જાય અને કોઈ ચોર પકડાઈ જાય છે. આવી સ્થિતિમાં, આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, તેણે ખોટી ટ્રેનમાં મોબાઈલ ચોરી લીધો. બીજા યુઝરે કહ્યું કે, આખો ચોર સમુદાય ડરી ગયો છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આજ પછી તે ચોરી કરવાનું ભૂલી જશે, આ ખૂબ જ ખતરનાક લોકો છે. તેમણે ટ્રેન રોકી દીધી. ચોથા યુઝરે કહ્યું કે, તેમણે જે કર્યું તે સારું કર્યું.

