ગાંધીનગરમાં ચોંકાવનારા કૌભાંડનો પદાર્ફાશ થયો છે. એક કૌભાંડીએ ગુજરાત ટુરીઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનના નામે નકલી ટેન્ડરો બતાવાની રોકાણકારો સાથે 20.40 કરોડ રૂપિયાની છેતરપિડીં કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ભાવિક પટેલ નામના વ્યક્તિએ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નીરવ મહેન્દ્ર દવે નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી અને પછી દોસ્તી થઇ હતી. તેણે સપ્ટેમ્બર 2023માં ભાવિકને કહ્યુ હતું કે, વડનગરના શર્મિષ્ઠા તળાવનું પાંચ વર્ષ માટે મેઇન્ટેનન્સનું ટેન્ડર મળ્યું છે અને રોકાણકારો પાસે પૈસા ઉઘરાવવાના છે. એ રીતે સુરત મહાનગર પાલિકાના તાપી રિવર ફ્રન્ટના બ્યુટીફિકેશનના ટેન્ડરની વાત કરી હતી. કુલ 5 મોટા મોટા પ્રોજેક્ટના નકલી ટેન્ડરો બતાવીને 20.40 કરોડ રૂપિયા ભેગા કરીને કૌભાંડ કર્યું છે.

