
વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો તબક્કો જે જ્યાં વ્યક્તિને સૌથી વધારે હુંફ, પ્રેમ અને સહાયની જરૂર હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓ એવા જોવા મળે છે કે સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી ઉઠાવવામાં પાછી પાની કરે છે અને કેટલાંક કિસ્સાઓમાં તો ઘરમાંથી બહાર કાઢી નાંખે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.
અમદાવાદના જશોદાનગરમાં રહેતા યોગેન્દ્રભાઇ 82 વર્ષના છે અને તેમના પુત્ર નિગમે તેમના ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા. પડોશીઓની મદદથી યોગેન્દ્રભાઇએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પુત્ર નિગમે હાઇકોર્ટમાં આ ફરિયાદ કરાવવા અરજી કરી હતી. જેની સુનાવણી વખતે હાઇકોર્ટે નગિમને બરાબરનો ખખડાવ્યો અને કહ્યુ કે, તમે તમારા રુંવેરુંવા પિતાને આપી દો તો પણ તમે પિતાનું રૂણ ચૂકવી શકશો નહીં. કોર્ટે પુત્ર નિગમને 24 કલાકમાં બંગલો ખાલી કરીને પિતાને કબ્જો સોંપવા આદેશ કર્યો છે.
