પ્રાંતિજ ખાતે ટૂનાટ મશીન નુ ઉદ્ઘાટન સાંસદ દ્રારા કરવામા આવ્યુ
– ૧૫ લાખ નુ ટૂનાટ મશીન કેન્દ્ર સરકાર દ્રારા ફાળવવામા આવ્યુ
– ટીબી ના દર્દીઓને ઝડપી સેવા મળી રહશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ટી.બી મુક્ત અભિયાન અંતર્ગત પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ટૂનાટ મશીન ની ફાળવણી કરવામા આવી જેનુ ઓપનીંગ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના હસ્તે કરવામા આવ્યુ





ટી.બી.મુક્ત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્રારા પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ટી.બી ના દર્દીઓની ઝડપી તપાસ થઈ શકે તે માટે સરકાર દ્રારા ૧૫ લાખ નુ ટૂનાટ મશીન ની ફાળવણી કરવામા આવી હતી જેનુ સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા હસ્તે ઓપનીંગ કરવામા આવ્યુ હતુ તો પ્રાંતિજ સીએચસી મા આ મશીન ની ફાળવણી કરવામા આવતા ટી.બી ના દર્દીઓને ઝડપી સેવાઓ મળી રહેશે અને ઝડપી નિદાન થઈ શકશે તો આ પ્રસંગે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ નગરપાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન પંડયા , પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , સીએચસી સુપ્રિટેન્ડ ર્ડા.ફાલ્ગુની ચાવડા , મેડીકલ ઓફિસર ર્ડા.હર્ષ પટેલ , ર્ડા પીન્કી ગઢવી , બેબોટરી ટેક્નિશિયન મુનીરા વોરા તથા મૃણાલી પટેલ સહિત સિવિલ સ્ટાફ, નગરપાલિકા કોર્પોરેટરો સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સફર સંચાલન નગરપાલિકા ના પ્રમુખ અને રોગી કલ્યાણ સમિતિ ના કારોબારી સભ્ય નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ દ્રારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા

