fbpx

પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર ટ્રક ચાલકે સાયકલ ચાલક ને અડફેટે લીધો

Spread the love

પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર ટ્રક ચાલકે સાયકલ ચાલક ને અડફેટે લીધો

  • સાયકલ ચાલક ને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ પોહચી
  • ઇજાઓ પોહચતા પહેલા પ્રાંતિજ-હિંમતનગર ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામા આવ્યો
  • અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજયુ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર જનતા પેટ્રોલ પંપ નજીક ટ્રક ચાલકે સાયકલ ચાલક ને અડફેટે લેતા સાયકલ ચાલક ને શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો

પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ સર્વિસ રોડ ઉપર વહેલી સવારે સાયકલ ચાલક અશ્વિનભાઇ ભોગીલાલ મોદી કે જેવો પેપર નો ધંધો કરતા હોય અને તેવો સવારે પોતાના ધરે થી રાબેતા મુજબ સવારે પેપર લેવા જતા હતા તે દરમ્યાન જનતા પેટ્રોલ નજીક અમદાવાદ તરફથી ફુલફાસ્ટ આવતી ટ્રક નંબર-એચ.આર -૬૫ એ ૯૬૪૨ ના ચાલકે ટક્કર મારતા સાયકલ ચાલક અશ્વિનભાઇ ભોગીલાલ મોદી રોડ ઉપર પટકાયા હતા અને તેવોને શરીરે તથા માથાના ભાગે જીવલેણ ઈજાઓ પોહચી હતી તો તેવોને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા અને ત્યા પ્રાથમિક સારવાર બાદ ૧૦૮ મારફતે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા અને હિંમતનગર થી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામા આવ્યા જયા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ તો તેવો ના મોત ને લઈ ને પરિવાર સંગાસંબધીઓ શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ તો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મુકીને અકસ્માત સ્થળે થી ભાગી ગયો હતો તો પ્રાંતિજ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માત નો ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!