દાંતા હડાદ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો
– વર્ષ નો પ્રથમ નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
– હદાડ ગામ સહિત આજુબાજુ માંથી 638 દર્દીઓએ લાભ લીધો
– 299 વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું
– 88 દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હદાડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો પ્રથમ વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં હદાડ ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો





દાંતા તાલુકાના હદાડ ખાતે આવેલ સ્વામી શ્રી અ.પ.ઉ.મા. શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષ નો પ્રથમ વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં હદાડ ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ-638 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 299 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે 88 દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે આંખના મદદનીશ ટીમ તેમજ હાઇસ્કુલ સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
