fbpx

મહાગઠબંધનની મિટિંગમાં બેઠકો નક્કી થઈ, CM પદ પર હજુ વિવાદ યથાવત…

Spread the love
મહાગઠબંધનની મિટિંગમાં બેઠકો નક્કી થઈ, CM પદ પર હજુ વિવાદ યથાવત...

બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને વિપક્ષી મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. તેજસ્વી યાદવના નિવાસસ્થાને મેરેથોન બેઠક પછી મુકેશ સહનીએ દાવો કર્યો હતો કે બધું જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને બે દિવસમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવશે. તે તારીખ પણ આવી ગઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહાગઠબંધન તરફથી આજે બેઠકોની વહેંચણીની જાહેરાત થઇ શકે છે, પરંતુ વિપક્ષ તરફથી હજુ પણ CMના ચહેરા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અહેવાલો અનુસાર, રવિવારે મોડી સાંજે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને મહાગઠબંધનની સંકલન સમિતિના વડા તેજસ્વી યાદવના નિવાસસ્થાને ઘટક પક્ષોના નેતાઓની મેરેથોન બેઠક યોજાઈ હતી.

rohit2

મહાગઠબંધનના નેતાઓનો દાવો છે કે, તેજસ્વીના નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક દરમિયાન બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલા પર લગભગ સર્વસંમતિ થઈ ગઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહાગઠબંધનના નેતાઓ બેઠક વહેંચણી ફોર્મ્યુલા જાહેર કરવા માટે ચૂંટણી તારીખોની રાહ જોઈ રહ્યા હતા.

હવે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે, એવું માનવામાં આવે છે કે વિપક્ષી ગઠબંધન બેઠક વહેંચણી ફોર્મ્યુલા જાહેર કરી શકે છે. જોકે, સમસ્યા એ છે કે, તેજસ્વી યાદવને CMનો ચહેરો જાહેર કરવા પર હજુ સુધી સર્વસંમતિ બની શકી નથી. તેજસ્વી યાદવ આ વખતે બિહારમાં પરિવર્તનનો દાવો કરી રહ્યા છે, પરંતુ બધાની નજર કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે તેના પર છે.

Mahaghatbandhan1

ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર 9 ઓક્ટોબરે જન સૂરજ ઉમેદવારોની જાહેરાત કરશે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે, તેઓ પોતે ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ પણ બિહાર ચૂંટણી માટે 11 ઉમેદવારોની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનમાં સંમત થયેલી બેઠક વહેંચણી ફોર્મ્યુલા સૂચવે છે કે, RJD 145 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસને 56 થી 58 બેઠકો મળી શકે છે. મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટીને (VIP) 18 થી 20 બેઠકો મળી શકે છે.

Mahaghatbandhan

ડાબેરી પક્ષોને 22 બેઠકો મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી અને હેમંત સોરેનની આગેવાની હેઠળના ઝારખંડ મુક્તિ મોરચા (JMM) મહાગઠબંધનમાં જોડાશે કે નહીં તે અંગેનો સત્તાવાર નિર્ણય હજુ બાકી છે.

રાજ્યની 243 બેઠકો માટે મતદાન બે તબક્કામાં થશે. બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતદાન 6 અને 11 નવેમ્બરના રોજ થશે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાઓની 71 બેઠકોનો સમાવેશ થશે, અને બાકીની બેઠકો પર 11 નવેમ્બરના રોજ ચૂંટણી લડવામાં આવશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

error: Content is protected !!